Your Cart
Loading

ત્રિમંત્ર

On Sale
$1.00
$1.00
Added to cart
લોકો ધર્મ માં ‘મારું’ અને ‘તારું’ માટે ઝઘડે છે. આવા ઝઘડાને દૂર રાખવા માટે આ ત્રિમંત્ર છે. જયારે ત્રિમંત્રનો મૂળ અર્થ સમજાશે ત્યારે, ખ્યાલ આવશે કે આ મંત્ર કોઈ એક ધર્મ અથવા ગચ્છ, અથવા સંપ્રદાય માટે અલાયદો નથી. ત્રિમંત્ર માંના નમસ્કાર જેમણે સર્વોચ્ચ જાગૃતિ મેળવી છે તેમને બધાને  છે, જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ત્યાંથી શરુ કરીને જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જેમણે અંતિમ મુક્તિ, મોક્ષ પ્રાપ્ત કર્યો છે તેમને પણ છે. આવા નમસ્કારથી જીવનના અંતરાય દૂર થાય છે, મુશ્કેલીઓમાં પણ શાંતિ લાગે છે અને મોક્ષના લક્ષ તરફ ડગલાં મંડાય છે. જ્ઞાની પુરુષ દાદાશ્રીએ આપણને ત્રિમંત્ર આપ્યો છે. આ મંત્ર સંપૂર્ણપણે નિષ્પક્ષપાતી છે. તેઓ આપણને સંપૂર્ણ જાગૃતિ સાથે સવારે અને રાત્રે એ પાંચ પાંચ વખત બોલવા કહે છે. જો તમને બહુ સમસ્યા હોય તો એક કલાક બોલશો તો તમે જોશો કે તમારી સમસ્યાઓ ઘણી બધી ઓછી થઇ જશે. આ મંત્રમાં બધી મુશ્કેલીઓ ઓછી કરવાની શક્તિ છે. તે પહાડ જેવી મુશ્કેલીને ઢગલી જેવી કરી શકે છે! જેઓ આ મંત્ર પૂરી સમજણ સાથે બોલે છે તેમને તે કઈ રીતે ઉંચે ચડાવે છે તે પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે. તમે જાતે રટણ કરો અને અનુભવોકે કેમ મુશ્કેલીઓ કેવીરીતે ઓછી થાય છે.
You will get a PDF (356KB) file