Your Cart
Loading

જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ (ભાગ-૩)

On Sale
$2.00
$2.00
Added to cart
પ્રસ્તુત ગ્રંથ જ્ઞાની પુરુષ ભાગ-3માં દરેક માણસોને એમના લેવલે જે જીવનમાં તકલીફો પડતી હોય, તેમાં આત્માના જ્ઞાનમાં રહી સમતાભાવે કર્મ પૂરા કરી શકે અને નવા કર્મ બંધાય નહીં, એવું કંઈક અનુભવજ્ઞાન અને સમજ આપવાની પરમ પૂજ્ય દાદાભગવાનની તીવ્ર ભાવનાની ઝાંખી થાય છે. તે ભાવનાના આધારે પોતે પૂર્વે બુદ્ધિના આશયમાં કંઈક એવું માગીને આવેલા હશે, કે એવો ધંધો જોઈએ છે કે જેમાં બધી જ જાતના સંસાર વ્યવહારના અનુભવો થાય કે જે સામાન્ય માણસ અનુભવતો હોય.તે એવો જ કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો એમને ભેગો થયો.જેમાં મજૂરથી માંડી મોટા પ્રધાનો, પ્રેસિડન્ટો, કોન્ટ્રાક્ટરો, શેઠિયાઓ, એન્જિનિયરો, મોટા ઑફિસરો બધા જ ભેગા થાય.પોતે એ જ બધા વ્યવહારમાં જ્ઞાનપૂર્વક રહી, સાચી સમજણ ગોઠવી, કેવી રીતે સંસારવ્યવહાર પૂરો કરી અને અંદર પોતે વીતરાગતામાં રહી શક્યા, એનું વિવરણ જ્ઞાની પુરુષ ભાગ-૩ ગ્રંથમાં મળે છે! દાદાશ્રીના અંતર આશયના ફોડ, એમની આંતરિક દશાની સમજણ, સીમિત ન રહેતા સહુ કોઈને સુલભ થાય અને વાંચનારના હૃદય સુધી સ્પર્શી તે રૂપ થવાની શ્રેણીઓ ચઢાવે એવો નમ્ર પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.
You will get a PDF (2MB) file