Your Cart
Loading

આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)

On Sale
$2.00
$2.00
Added to cart
બધાજ શાસ્ત્રો, બધાજ આધ્યાત્મિક સત્સંગો અને આધ્યાત્મિક ક્રિયાઓનો એકજ અને સમાન સાર છે અને તે ‘આત્માનું જ્ઞાન અને જાગૃતિ’ પ્રાપ્ત કરવી તે છે.  ‘પોતે’ શુધ્ધ છે, પરંતુ પોતાને ‘હું કોણ છું?’ તેની રોંગ બિલિફ છે. ‘હું ચંદુલાલ છું’ ની આ રોંગ બિલિફે પ્રકૃતિને ઊભી કરી છે. આ જગતમાં માત્ર બે જ વસ્તુ છે, જડ અને ચેતન. બંને અનાદિથી સર્વથા ભિન્ન અને તદ્નક નિરાળા છે, પરંતુ બંને તત્વોના ભેગા થવાથી વિશેષભાવ “હું ચંદુલાલ છું” ઊભો થાય છે જે આત્મજ્ઞાનનાં મૂળભૂત સિધ્ધાંતને “હું શુધ્ધાત્મા છું” ને અસંગત છે. પ્રસ્તુત પુસ્તકમાં અક્રમવિજ્ઞાનનાં જ્ઞાની પુરુષની વાણી પ્રકાશિત થયેલ છે જેઓ વિશ્વમાં પરમ પૂજ્ય દાદાશ્રી તરીકે જાણીતા છે. તેમણે પ્રકૃતિનાં રૂટ કોઝની, પ્રકૃતિને કઈરીતે ‘પોતા’થી (આત્માથી) જુદી રાખવી, અને કઈરીતે પ્રકૃતિને માત્ર ‘જોયા’ કરવાની તેની વિગતવાર સમજણ આપી છે. પ્રસ્તુત ગ્રંથના પૂર્વાધમાં આઠેય પ્રકારનાં કર્મોને વિગતવાર સમજાવ્યા છે. આ પુસ્તક પ્રકૃતિ અને કર્મોનું વિજ્ઞાન(સાયન્સ) બાબતમાં જાગૃત કરનાર છે.
You will get a PDF (1MB) file