Your Cart
Loading

ચિંતા

On Sale
$1.00
$1.00
Added to cart
ચિંતાથી કામ બગડે છે, એ કુદરતનો નિયમ છે. ચિંતાથી મુક્તિ કામ સુધારે છે. ભણેલા-ગણેલા અને સાધન સંપન્ન લોકો પણ ઉંચા સ્તરની ચિંતા અને તનાવથી પીડાય છે. મજુરો ચિંતા કરતા નથી અને તેમને સારી ઊંઘ આવે છે, તેની સરખામણીમાં એમના ઉપરીઓને ઊંઘની ગોળીઓ લેવી પડે છે. જેઓ ચિંતા કરે છે તેઓ પોતાની મિલકત ગુમાવે છે. અહીં એક નાનો દાખલો પરમ પૂજ્ય દાદાશ્રીના શબ્દોમાં છે કે જયારે તેમને ધંધા માં ખોટ ગઈ ત્યારે તેઓ તેમની ચિંતાઓનો અંત કેવી રીતે લાવ્યા. “ એક વખત અમારા ધંધામાં ખોટ ગઈ. આ આત્મજ્ઞાન થયા પહેલાંની વાત છે. તે વખતે, હું ચિંતા કરીને આખી રાત અજંપામાં રહ્યો. પછી મને અંદરથી જવાબ મળ્યો. આ ખોટને લીધે અત્યારે બીજા કોણ કોણ ચિંતા કરે છે? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે અત્યારે ચિંતા ના કરતા હોય ! મે શોધી કાઢ્યું  કે હું જ એકલો ચિંતા કરતો હતો. મારા બૈરી–છોકરાઓ બધા ભાગીદાર છે છતાંપણ તેઓ કોઈ શું થઇ રહ્યું છે તે જાણતા નથી. હવે એ બધા નથી જાણતા તોય એમનું ચાલે છે. હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું છું. જયારે બીજા, જેઓ મારા ભાગીદાર છે તેઓ ચિંતા નથી કરતા, તો ચિંતાનો બધો મારે એકલાએ શા માટે ઉપાડવો જોઈએ? ચિંતા શું છે? વિચારો એ સમસ્યા નથી. જયારે પોતે વિચારોમાં લાગણીવશ થઇ તન્મયાકાર થાય છે ત્યારે ચિંતા શરુ થાય છે.
You will get a PDF (346KB) file