ઓળખીએ અંતઃકરણને
મનુષ્યજીવનની સાર્થકતા આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં ને અંતે પોતાના સ્વ-સ્વરૂપને ઓળખવામાં રહેલી છે. આ યાત્રામાં સૌથી મોટો અવરોધ પણ આપણું અંતઃકરણ છે અને સૌથી મોટું સાધન પણ એ જ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર – અંતઃકરણના આ ચાર ભાગ કેવી રીતે કાર્ય કરે છે, તેમની વચ્ચે શો સંબંધ છે, અને તેમનાથી પર કેવી રીતે જઈ શકાય, તે સમજવું આધ્યાત્મિક પ્રગતિ માટે અનિવાર્ય છે. આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ અત્યંત સરળ, સહજ અને દ્રષ્ટાંતયુક્ત શૈલીમાં અંતઃકરણના આ ચારેય પાસાઓની ગહન છણાવટ કરી છે. સામાન્ય રીતે આપણે આ શબ્દોનો પ્રયોગ તો કરતા હોઈએ છીએ, પરંતુ તેમના વાસ્તવિક સ્વરૂપ, તેમની કાર્યપદ્ધતિ અને તેમની વચ્ચેની ભેદરેખાથી મોટાભાગે અજાણ હોઈએ છીએ. આ ચારેય અંગોની આંતરિક કાર્યપ્રણાલી, તેમનું સ્વરૂપ ને દેહમાં સ્થાનની સચોટ માહિતી દાદાશ્રી આપે છે. વિશેષમાં, પ્રાણીઓ અને મનુષ્યોના અંતઃકરણ વચ્ચેનો તફાવત, બાળકનું અંતઃકરણ, મનુષ્યોમાં અંતઃકરણનું ડેવલપમેન્ટ તેમજ અંતઃકરણની શુદ્ધિ માટેના ઉપાયો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
To know more visit: dadabhagwan.org