Your Cart

જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૪

On Sale
$2.00
$2.00
Added to cart
જ્ઞાની પુરુષ’ શ્રેણીના આ ચોથા ગ્રંથમાં, પરમ પૂજ્ય દાદાશ્રીના જ્ઞાન પૂર્વેના વિવિધ જીવનપ્રસંગો આવરી લીધા છે. પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનપ્રસંગો થકી એમના દરેક વ્યવહાર પાછળની આગવી સમજણ, એમની પ્રકૃતિના વિવિધ પાસાઓ તથા તેઓશ્રીનું ઉચ્ચ ઉપાદાન અહીં ખુલ્લું થાય.

પરમ પૂજ્ય દાદાશ્રીનો નાનપણથી જ અપકાર કરનાર પરેય ઉપકાર કરવાનો સ્વભાવ, કોઈ દુઃખીને જોઈ જ ન શકે, એને હેલ્પ કરવા સર્વસ્વ હોડમાં મૂકી દે એવા હૃદયમાર્ગી! વળી શૌર્યતા, નીડરતા જેવા ગુણોને લીધે અતિમુશ્કેલ પરિસ્થિતિમાં પાછા ન પડે ને ઉકેલ લાવી નાખતા.

ઘણા પ્રસંગોમાં અહંકાર અને માનના સૂક્ષ્મ પર્યાયોનું જે રીતે તેઓશ્રી વર્ણન કરે છે, તે જોતા જ્ઞાન થતા પૂર્વેનું એમનું ઊંચું ડેવલપમેન્ટ સ્પષ્ટ દેખાઈ આવે છે. નવીનતમ બોધકળાઓ, એમની વ્યવહારુકતા, વિપુલમતિ, અસામાન્ય કોઠાસૂઝ, વિચક્ષણ સમયસૂચકતા, બે વ્યક્તિ વચ્ચે વેલ્ડિંગ કરવાની અનોખી કળા ઈત્યાદિ વિશિષ્ટતાઓ રસપ્રદ પ્રસંગો દ્વારા અત્રે જાણવા મળે છે.

To know more visit : dadabhagwan website
You will get a PDF (8MB) file