Your Cart
Loading

મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

On Sale
$1.50
$1.50
Added to cart
જો તમે તમારા સંતાનોના મિત્ર થશો તો, માબાપ – સંતાનોના સંબંધો સુધરશે. પરંતુ જો તમે તમારો માબાપ તરીકેનો અધિકાર વાપરશો તો, તમારે સંતાન ગુમાવવાનો વખત આવશે. તમારી મિત્રતા એવી હોવી જોઈએ કે બાળકને પ્રેમ અને માર્ગદર્શન મેળવવા બહાર ન જવું પડે. સંતાન ભયાનક કાર્યો કરે ત્યારે પણ, જેઓ પોતાના સંતાનોની વર્તણુંક પ્રેમ અને સમજણથી ફેરવી શકે તે જ ખરા માબાપ છે. આ જગત ને ફક્ત પ્રેમથી જ જીતી શકાય.  પ્રેમાળ કુટુંબ માટે, માબાપે પોતે નૈતિકતા કેળવવી જોઈએ. માબાપ તરફથી સંતાનો ને એવો પ્રેમ મળવો જોઈએ કે સંતાનોને તેમને છોડવાનું મન ન થાય. જો તમારે તમારા સંતાનને સુધારવું છે તો તેની જવાબદારી તમારા શિરે છે. તમે તમારા સંતાન પ્રત્યેની ફરજથી બંધાયેલા છો. કિશોરાવસ્થામાં સંતાનને ઉછેરવું એ કદાચ માબાપની કુશળતાની સૌથી મુશ્કેલ કસોટી હશે, જેને માટે તેઓ જરાપણ કેળવાયેલા નથી. આજના કિશોરની આંતરિક અવસ્થાની ઊંડી અને સંપૂર્ણ સમજણથી પરમ પૂજ્ય દાદાશ્રીએ તેમને કેમ જીતવા તે આપણને બતાવ્યું છે. આ પુસ્તકથી પરમ પૂજ્ય દાદાશ્રી માબાપને, સંતાનો સાથે વર્તવામાં, તેમનામાં નૈતિકતા, શિસ્ત અને શિષ્ટાચાર લાવવામાં મદદ કરે છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ સંતાન માબાપના સંબંધો મજબુત બનાવવા અને માબાપની સેવા કરવી તે સૌથી મોટો ધર્મ છે તે બાબતોનું માર્ગદર્શન બાળકોને પણ આપ્યું છે.
You will get a PDF (455KB) file